Category: CM ભૂપેન્દ્ર પટેલે નવી 201 બસને લીલીઝંડી આપી રવાના કરી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું1

CM ભૂપેન્દ્ર પટેલે નવી 201 બસને લીલીઝંડી આપી રવાના કરી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી, અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

Social