Category: PGની 660 બેઠક માટે 11થી 28 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે1

PGની 660 બેઠક માટે 11થી 28 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે

એનઈપી મુજબના સેન્ટ્રલ યુનિવર્સિટી (સીયુ)ના પીજી
કોર્સની 660 બેઠક પર પ્રવેશ માટેની પરીક્ષા 11માર્ચથી 28 માર્ચ સુધીમાં યોજાશે. જ્યારે સીયુજી ઉમેદવારો 24 જાન્યુઆરી સુધીમાં પીજીમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (સીયુજી)એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે 20 અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ
એજન્સી દ્વારા લેવાનારી સીયુટીઈટી (પીજી) પ્રવેશ
પરીક્ષા 2024 ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ
છે.

યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે આ સંબંધમાં માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.cug.ac.in પર ઉપલબ્ધ છે. પ્રવેશ માટેની યોગ્યતા ધરાવતા ઉમેદવારો 24 જાન્યુઆરી અથવા તે પહેલા http://pgcuet.samarth.ac.in/ પરથી ઓનલાઇન અરજી કરી શકશે સીયુજીમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો પર દર્શાવેલી લિંક પર નોંધણી કરી સીયુજી પસંદ કરી શકે છે.

Social