દર 15 મિનિટે એકવાર ફોન જુઓ છો?:નોટિફિકેશનના કારણે વધી રહ્યો છે સ્ટ્રેસ, ધ્યાન ભટકી જાય છે તો ફોક્સ કરવું મુશ્કેલ

December 12th, 2022

આજે આપણને સોશિયલ મીડિયાનું વળગણ એ હદે વધી ગયું છે કે, જો ઇન્ટરનેટ ન હોય તો એક મિનિટ માટે પણ નથી ચાલતું. આજે આપણે પરિવાર સાથે હોવા છતા પણ આપણું ધ્યાન મોબાઇલમાં વધારે હોય છે. પછી તે વોટ્સએપ ફેમિલી ગ્રૂપનો મેસેજ હોય ​​કે પછી Zomatoની ઓફર. સોશિયલ મીડિયા અથવા ફોન પરની અન્ય એપ્સના નોટિફિકેશનના કારણે દર થોડીવારે તમારું ધ્યાન વિચલિત કરે છે. નિષ્ણાતો જણાવે છે કે ફોન સાયલન્ટ મોડ પર હોય કે ન હોય, તમે તમારા કામથી વિચલિત થઈ જાવ છો. ચાલો જાણીએ આવું શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય..

દરેક વ્યક્તિ દર 15 મિનિટે ફોનને જુએ છે
એક અનુમાન મુજબ, આપણે આખા દિવસમાં સરેરાશ 85 વાર ફોનને ચેક કરીએ છીએ. જેનો મતલબ થાય છે કે આપણે 15 મીનિટે એકવાર ફોનને ચેક કરીએ છીએ. એટલે કે દર 15 મિનિટે આપણું મન કામ પરથી ફોન તરફ વાળે છે. ધ્યાન સરળતાથી ખોવાઈ જાય છે, પરંતુ તેને પાછું મેળવવું ખૂબ મુશ્કેલ છે. જો આપણે ટીવી જોતા હોઈએ તો સારું છે, પરંતુ ભણતી વખતે, કામ કરતી વખતે અને પરિવાર સાથે સમય પસાર કરતી વખતે ફોનમાં જોવું યોગ્ય નથી.

બે રીતે ધ્યાન ભટકી શકે છે
ઓસ્ટ્રેલિયાના ડીકિન યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના વરિષ્ઠ લેક્ચરર શેરોન હોરવુડ જણાવે છે કે, ફોનની વારંવાર રિંગ વાગવાથી આપણું ધ્યાન બે રીતે ભટકી શકે છે. પ્રથમને એક્સોજેનસ ઇન્ટરપ્શન અને બીજાને એન્ડોજેનસ ઇન્ટરપ્શન કહેવામાં આવે છે.

જ્યારે ફોન પર નોટિફિકેશન આવે ત્યારે એક્સોજેનસ ઇન્ટરપ્ટ છે. જે તમને ઉત્સાહિત કરે છે. આ ઉત્તેજના અને આનંદ લોકોને જુગાર રમતા વખતે મળે છે તેવો જ આનંદ ફોનમાં નોટિફિકેશન આવે છે. તેમને તે વસ્તુની લત લાગી જાય છે.

એડોજેનસમાં ઇન્ટરપ્ટશનમાં તમે અંદરથી ફોન તપાસવા માંગો છો. એટલે કે નોટિફિકેશન ન આવે તો પણ તમારું ધ્યાન કામ પરથી દૂર ફોન તરફ જતું રહે છે. આ તમને બિનજરૂરી રીતે વિચલિત કરે છે.

ફોન ચેક કરવાથી વધી શકે છે તણાવ
પ્રોફેસર હોરવુડ જણાવે છે કે, વારંવાર ફોન ચેક કરવાના કારણે લોકોમાં તણાવ વધી રહ્યો છે. નોટિફિકેશનનો જવાબ ન આપવાથી લોકો વિચલિત થઈ જાય છે. તેનું ધ્યાન કામમાં લાગતું નથી. તેમની પાસે પ્રોડક્ટિવિટી અને ધ્યાનનો અભાવ થઇ જાય છે. એકવાર મન વિચલિત થઈ ગયા પછી કામ પર પાછું ધ્યાન નથી મળતું,પછી મનમાં અપરાધ અને હતાશા ભરાય છે.