સાણંદ એન તાલુકામાં છેલ્લા 8 વર્ષથી સતત અલગ અલગ ક્ષેત્રએ સેવા પ્રવૃત્તિઓ દ્વારા અનેક લોકોને મદદ પહોચાડનાર સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટ 31 ડિસેમ્બરે 9માં વર્ષ પ્રવેશ કરશે ત્યારે સાણંદમાં દવાખાનું અને અન્નક્ષેત્રનું લોકાર્પણ કરશે.
સાણંદ શહેરના ટપાલ ચોક ખાતે આવેલ સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇંદુબા રવુભ વાઘેલા દવાખાનું અને અન્નક્ષેત્ર(ટિફિન સેવા)નું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ 31 ડિસેમ્બરે શનિવાર સવારે 10 કલાકે યોજાશે. કાર્યક્ર્મમાં આશીર્વચન પ.પૂ. આનંદનાથજી બાપુ(શંકરતીર્થ આશ્રમ) વિશેષ ઉપસ્થિત જયદીપસિંહ રવુભા વાઘેલા(સી.એમ.ડી.,રવિરાજ ફોઈલ્સ લી.) રહેશે સાથે મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા (મહામંત્રી પ્રદેશ ભાજપ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર, ચેરમેન સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ), હર્ષદગીરી ગૌસ્વામી (જિલ્લા ભાજપ પ્રમુખ), કનુભાઈ પટેલ(સાણંદ બાવળા ધારાસભ્ય), નેહલબેન કે. શાહ(નગરપાલિકા પ્રમુખ), અરવિંદસિંહ વાઘેલા(તાલુકા પંચાયત પ્રમુખ) રહેશે. સમગ્ર કાર્યક્ર્મનું સફળ આયોજન માટે કમલેશભઈ આર. વ્યાસ અને સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટની ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવી છે.
નોંધનીય છે કે સાણંદમાં પાણીની પરબ, જરૂરિયાત મંદ લોકોને કપડાં,અંતિમ વિધિની કીટો, મીઠાઇનું વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે.