Breaking India (Gujarati) Paperback Bunko
અનુવાદ : ઉદિત શાહ તથા અલકેશ પટેલ સૌથી પ્રાચીન, સૌથી સહિષ્ણુ, પ્રત્યેક જીવમાં શિવ (ઈશ્વરનો અંશ) માનનાર, જ્ઞાનની દેવ તરીકે અને સ્ત્રીની દેવી તરીકે પૂજા કરનાર હિન્દુ સમાજ ૧૩૦૦ – ૧૪૦૦ વર્ષથી એબ્રાહમિક સંપ્રદાયોના નિશાન પર રહ્યો છે, હિન્દુત્વ ઉપર હુમલા થતા રહ્યા છે. આમ તો ઘણી સદીથી આ વાત જાણીતી હતી, પરંતુ એ હુમલાના ઇરાદા, કાવતરાં તેમજ તેનાં મૂળ સ્રોત વિશે કોઇને કશો ખ્યાલ આવતો નહોતો. હિન્દુ સમાજના એ જાણકારીના અભાવનો અંધકાર દૂર કરવાનું કામ રાજીવ મલ્હોત્રાએ કર્યું, બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક લખીને. મૂળ અંગ્રેજી પુસ્તક ૨૦૧૧માં પ્રકાશિત થયું ત્યારથી ભારતને તેમજ સનાતન હિન્દુત્વને વેરવિખેર કરી નાખવા માગતાં પરિબળો વિશે લોકોને જાણ થવા લાગી.