Category: બી જે મેડિકલ કોલેજ રેગિંગમાં કાર્યવાહી:જુનિયર ડોક્ટરનું રેગિંગનું કંફેશન કરનાર ડૉ. હર્ષ બે ટર્મ સસ્પેન્ડ , પૂરાવા મળતાં ડૉ જયેશ તથા ડૉ. ધવલને ત્રણ ટર્મ સસ્પેન્ડ કરાયા1
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બની હતી. રેગિંગ મામલે 7 જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે જોર પકડતા બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.